Activities

 

શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળ

(website : www.vishanimajain-ahmedabad.com)

c/o. કે.વી.શાહ એન્ડ એસોસીયેટ

૫૦૪, અનિકેત, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૯

ફોન નં. ૨૬૪૦૮૦૪૪

 

 

શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળની વિવિધ યોજનાઓ :

અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વસતાં ગોધરા, વેજલપુર, મહુધા, ચુણેલ, લુણાવાડા વિરપુર, દાહોદ અને બારીયાના શ્રી વિશા નીમા જૈન વતનીઓ અને તેના સગા સંબંધીઓનો સંપર્ક સાધવા, બંધુભાવ કેળવવા, નિકાતમ પરિચયમાં આવવા, જ્ઞાતિના ઉત્કર્ષ માટે સંગઠન કેળવવા તથા સમસ્ત જ્ઞાતિની ધાર્મિક, આર્થિક અને સામાજીક ઉન્નતિ કરવા અંગે કેળવણીનો પ્રચાર સાધવા તથા એક-બીજાના સહકારથી સહાય કારી વ્યક્તિગત કે સમષ્ટિ રીતે ઉપયોગી થવા ભંડોળ એકત્ર કરી સઘળા કાર્યો પુરા પાડવાના હેતુથી નીચેના સમાજ ઉપયોગી કાર્યો હાલમાં મંડળ દ્વારા કરવામાં આવી રહેલ છે.

(૧)  એજ્યુકેશન ફંડ :

       આજના ઝડપી યુગમાં સમાજમાં શિક્ષણની મહત્તા તેમજ શૈક્ષણિક સ્પર્ધા જોતાં વેજલપુર નિવાસી ( હાલ અમદાવાદ ) શ્રી નવીનભાઈ ચિમનલાલ શાહ તરફથી મળેલ દાનમાંથી તેમના ધર્મ પત્નિ સ્વ. કાંતાબેન નવીનભાઈ શાહના નામે વિદ્યોત્તેજક ફંડ ઉભું કરવામાં આવેલ છે. જેમાંથી ધોરણ ૧ થી ૧૨માં પાસ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તેજન મળે તે હેતુથી આ ફંડમાંથી પ્રથમ/દ્વિતિય અને તૃતિય ક્રમે આવતા વિદ્યાર્થીઓને ઈનામ / પુરસ્કાર આપી તેમજ અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ આપીને બહુમાન કરવામાં આવે છે.

       આ ઉપરાંત એક અલગ ફંડ ઉભુ કરી મંડળના જરૂરતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો તેમજફી પુરી પાડવામાં આવે છે.

(૨)  તપસ્વી બહુમાન ફંડ :

       જૈન ધર્મમાં તપનું મહત્વ ઘણુંજ હોઈ તેમજ તપ કરતાં તપસ્વીઓને વધુ ને વધુ ઉગ્ર તપ કરવાનું પ્રોત્સાહન આપવાના હેતુથી ઉગ્ર તપ કરતાં તપસ્વીઓનું બહુમાન કરવા માટે “ તપસ્વી બહુમાન ફંડ” ઉભુ કરવાનું નક્કી થતાં ગોધરા નિવાસી ( હાલ અમદાવાદ) અને મંડળના વર્તમાન પ્રમુખશ્રી કાંતીલાલ વાડીલાલ શાહ (એડવોકેટ) તરફથી મળેલ દાનમાંથી તેમના માતૃશ્રીની યાદમાં સ્વ. ચંદનબેન વાડીલાલ શાહ તપસ્વી બહુમાન ફંડ શરૂ કરવામાં આવેલ છે. જેમાં નાના માં નાના તપથી માંડી મોટામાં મોટા બધાજ તપ કરનાર તપસ્વીઓનું બહુમાન કરવામાં આવે છે.

(૩)  મેડિકલ એઈડ ફંડ:

      વર્તમાન કારોબારીએ મંડળના અમદાવાદ સ્થિત જ્ઞાતિના ડોકટર મિત્રોનો સંપર્ક સાધી તેમના સાથ અને સહકારથી જ્ઞાતિના ભાઈ – બહેનોને વૈદકીય બાબતે માર્ગદર્શન આપવાની અને રાહતદરે સારવાર પુરી પાડવાની વ્યવસ્થા ઉભી કરી. ત્યારબાદ જ્ઞાતિના જરૂરતમંદ લોકોને માંદગીમાં સહાય પૂરી પાડવાના હેતુથી વેજલપુર નિવાસી ( હાલ અમદાવાદ ) શ્રી નવીનભાઈ ચિમનલાલ શાહ તરફથી મળેલ દાનમાંથી તેમના ધર્મ પત્નિ સ્વ. કાંતાબેન નવીનભાઈ શાહના નામે મેડીકલ એઈડ ફંડ ઉભું કરવામાં આવેલ છે. જેમાંથી મંડળના જરૂરતમંદ લોકોને લાંબાગાળાની અસાધ્ય માંદગીમાં ફંડની જોગવાઈ ધ્યાને રાખીને રકમ પરત નહી લેવાનીશરતે સહાય પૂરી પાડવામાં આવે છે.

(૪)  આર્થિક / સાધર્મિક સહાય ફંડ :

       અમદાવાદ તથા ગાંધીનગરમાં સ્થિર થયેલ મંડલના સભ્ય હોય તેવા વ્યક્તિઓ કે જેઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા સાધર્મિકોને સહાય કરવાના આશયથી ગોધરા નિવાસી ( હાલ અમદાવાદ) શ્રી કિનીતભાઈ અરવિંદભાઈ શાહ તથા તેમના ધર્મ પત્નિ શ્રીમતિ નૌકાબેન કે. શાહ તરફથી અમુક ચોક્કસ રકમ આપી “આથિક સહાય ફંડ ” ઉભુ કરી સાધર્મિકોને યથાયોગ્ય સહાય પૂરી પાડવામાં આવે છે.

(૫)  વક્તૃત્વ સ્પર્ધા :

       મંડળના સભ્યોના બાળકોનું ધર્મિક જ્ઞાન વધે તેમજ બાળકો સ્ટેજ પર જાહેરમાં બોલતાં જે ખચકાટ અનુભવે છે તે દૂર કરવાના આશયથી વિવિધ જૂથની વ્યક્તિઓ માટે ગોધરા નિવાસી ( હાલ અમદાવાદ) શ્રી અજીતભાઈ નગીનદાસ ગાંધી તરફથી મળેલ દાનની રકમમાંથી તેમના પૂજ્ય માતૃશ્રીની યાદમાં સ્વ. શાંતાબેનનગીનદાસ ગાંધી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં મંડળ દ્વારા યોજવામાં આવતા સ્નેહ સંમેલન સમારંભમાં આવી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરીને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવતાં સ્પર્ધકોનું બહુમાન કરવામાં આવે છે.

(૬)  એજ્યુકેશન લોન ફંડ :

       હાલના સમયમાં શિક્ષણ એ જીવનનું એક અનિવાર્ય અંગ બની જવા પામેલ છે. તેમજ દિવસે દિવસે શિક્ષણનું સ્તર ઉંચુ ને ઉંચુ તેમજ મોંઘુદાટ બનતાં જ્ઞાતિના ઘણાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેવું પડે તે આપણા સમાજ માટે એક લાંછનરૂપ કહી શકાય. આ લાંછનને દૂર કરવાના પ્રયાસરૂપે તા. ૧૮-૦૪-૨૦૧૦ના રોજ મળેલ કારોબારી સભ્યોની બેઠકમાં નક્કી થયા મુજબ ઉપર જણાવેલ કાર્યોમાં એક વધુ કાર્યનો ઉમેરો કરતાં મંડળના સભ્યોના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવામાં સરલતા રહે, ઉત્તેજન મળે તે માટે ઉચ્ચ અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓને કેટલાક નિયમોને આધીન અને ફંડની મર્યાદામાં રહીને રૂ. ૫૦,૦૦૦/- સુધીની એજ્યુકેશન લોન આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આપવામાં આવેલ આ લોનની મુળ રકમ વગર વ્યાજે અભ્યાસપુર્ણ કર્યા બાદ નોકરીની શરૂઆત કર્યાના બીજા વર્ષથી મંડળ નિયત કરે તેટલા સરળ વાર્ષિક હપ્તામાં પરત કરવાની શરતે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ અંગેનું ફંડ ઓછામાં ઓછા રૂ. ૨૫૦૦/- કે તેથી વધુની રકમ સાડા આઠ વર્ષે વગર વ્યાજે મંડળ દ્વારા મુળ રકમ પરત આપવાની શરતે અથવા આપેલ રકમ પરત ન આપવાની શરતે મંડળના સભ્યો પાસેથી મેળવવામાં આવે છે. હાલમાં આ યોજના હેઠળ ફંડ લેવાનું ચાલુ છે.

(૭)  અન્ય પ્રવ્રુત્તિઓ :

       મંડળ દ્વારા ગત વર્ષોમાં ( અર્ષ ૧૯૮૮ અને ૧૯૯૪ ) અવિવાહિત છોકરા-છોકરીઓની યાદી પ્રકાશિત કરવામાં આવેલ હતી. તેમજ જુદા જુદા તીર્થોની સપર્શના, દર્શન, વંદનનો લાભ મળે તે હેતુથી નહી નફો-નહી નુક્શાનના ધોરણે યાત્રા પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે સ્નેહ મિલન સમારંભોનું આયોજન પણ કરવામાં આવે છે. જેના ખર્ચને પહોંચી વળવા આર્થિક ભંડોળ ઉભુ કરવા મુખ્ય આયોજક તરીકે રૂ. ૫૦૦૦/- કે તેથી વધુ રકમ આપનાર, આયોજક તરીકે રૂ. ૩૦૦૦/- સુધીની રકમ આપનાર અને સહ આયોજક તરીકે રૂ. ૫૦૦/- થી ૧૦૦૦/- સુધીની રકમ આપનારના નામનો લિસ્ટમાં સમાવેશ કરવામાં આવે છે.

આ ઉપરાંત મંડળ તરફથી સંવત ૨૦૪૬, વર્ષ ૨૦૦૦ અને ૨૦૧૦માં વિવિધ માહિતી સાથેની અમદાવાદ એકમની વસ્તી પુસ્તિકા, ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવામાં આવેલ છે.

(૮)   હાલમાં શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળ, અમદાવાદ દ્વારા એક વેબસાઈટ શરૂ કરવામાં આવેલ છે. જેનું નામ www.vishanimajain-ahmedabad.com છે. હાલમાં તેના updating ની કામગીરી પૂર જોશમાં ચાલી રહેલ છે.