Circular 2014

નૂતન વર્ષાભિનંદન
શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળ
c/o. કે.વી.શાહ એન્ડ એસોસીયેટ
૫૦૪, અનિકેત, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૯
ફોન નં. ૨૬૪૦૮૦૪૪ તા. ૨૩-૧૦-૨૦૧૪

સુજ્ઞ જ્ઞાતિજનો, શાસનપતિ શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકથી શરુ થનારા શ્રી દીપાવલી પર્વ અને અનન્ત લબ્ધિનિધાન ગુરૂ ગૌતમસ્વામિના કેવલજ્ઞાનના દિવ્ય તેજ કિરણોથી પ્રકાશિત થયેલ નૂતન વર્ષ તમોને બાહ્ય અને આભ્યંતર સુખ,શાંતિ અને પ્રગતિ પ્રદાન કરીને આત્મ કલ્યાણ કરનારું બને તે જ અભ્યર્થના. વર્ષો વર્ષ કૌટુંબિક ભાવના સુદ્રઢ બને તે હેતુથી ચાલુ વર્ષે આપણી જ્ઞાતિનો સ્નેહ મિલન સમારંભ તા. ૨૧-૧૨ -૨૦૧૪ ના રોજ યોજેલ છે. જેની વિગતો નીચે મુજબ છે. વહેલા કે સમયસર આવનાર સભ્યો માટે લકી ડ્રો નું આયોજન કરેલ છે. જેના પાસ સંમેલન સ્થળે સવારે ૦૯.૦૦ સુધી જ મળી શકશે લકી ડ્રો થી કુલ ૯ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવશે તો સમયસર હાજર રહેવા વિનંતી છે.

સ્થળ : ડી.કે.પટેલ હોલ, નારણપુરા, અમદાવાદ. તારીખ : ૨૧-૧૨-૨૦૧૪ રવિવાર, માગસર વદ અમાસ સમય : સવારે ૮.૩૦ કલાકથી

કાર્યક્રમની વિગતો

૧. આગમન સવારના ૮.૩૦ સુધીમાં
૨. નવકારશી ૦૮.૩૦ થી ૦૯.૩૦
૩. પ્રાર્થના ૧૦.૦૦ થી ૧૦.૧૫
૪. પ્રાસંગિક પ્રવચન ૧૦.૧૫ થી ૧૧.૦૦
૫. મંડળનો વર્ષ ૨૦૧૩ – ૧૪નો વાર્ષિક અહેવાલ – સરવૈયાની જાણ – મંજુરી ૧૧.૦૦ થી ૧૧.૩૦
૬. ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ (વર્ષ ૨૦૧૪) ૧૧.૩૦ થી ૧૨.૩૦
૭. ૭૫ વર્ષ પુરા કરેલ મંડળના સિનિયર સિટીઝનોનું સન્માન ૧૨.૩૦ થી ૧૨.૪૫
૮. વર્ષ ૨૦૧૪ – ૧૫ માટે મંડળના હોદ્દેદારો-કારોબારી સભ્યોની વરણી ૧૨.૪૫ થી ૧૩.૦૦
૯. ભોજન સમારંભ ૧૩.૦૦ થી ૧૪.૦૦
૧૦ તપસ્વીઓનું બહુમાન – વિક્રમ સંવત ૨૦૭૦ (૨૦૧૩ – ૧૪) ૧૪.૦૦ થી ૧૫.૦૦
૧૧ વકતૃત્વ સ્પર્ધા :: (૧) ૧૨ થી ૨૦ વર્ષ સુધીના સ્પર્ધકો માટે વિષય : “ જીવનમાં આનંદ ક્યાંથી મેળવશો ”

(૨) ૨૦ વર્ષથી ઉપરના સ્પર્ધકો માટે વિષય “ જૈન ધર્મમાં ક્રિયા વધે કે સ્વાધ્યાય (જ્ઞાન) ”

૧૫.૦૦ થી ૧૭.૦૦
૧૨ આભાર વિધિ અને અલ્પાહાર ૧૭.૦૦ થી ૧૮.૦૦

 

૧. સ્નેહ મિલન સમારંભમાં વિશા નીમા જૈન જ્ઞાતિની કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકશે. ભોજન સમારંભમાં ભોજન પાસનો ટોકન ચાર્જ સભ્યના રસોડે જમતી તમામ વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ નવકારશીના રૂ. ૧૦.૦૦, બપોરના ભોજનનાં રૂ. ૩૦.૦૦ અને સાંજના અલ્પાહારના રૂ. ૨૦.૦૦ તથા મહેમાનો માટે વ્યક્તિ દીઠ નવકારશીના રૂ. ૨૦.૦૦, બપોરના ભોજનનાં રૂ. ૫૦.૦૦ અને સાંજના અલ્પાહારના રૂ. ૩૦.૦૦ રાખેલ છે. આ અંગેના પાસ તા.૦૧-૧૨-૨૦૧૪ થી તા. ૦૭-૧૨-૨૦૧૪ સુધી પાછળ જણાવેલ સરનામેથી મેળવી લેવા. તા. ૦૭-૧૨-૨૦૧૪ બાદ પાસની માંગણી કરનારે પાસ દીઠ મહેમાનો માટેના ચાર્જ ચુકવવાના રહેશે. આ અગાઉ આપવામાં આવેલા જુના પાસ રદબાતલ ગણાશે.

૨. વર્ષ ૨૦૧૩ – ૧૪ના મંડળના વાર્ષિક હિસાબોની નકલ આ સાથે સામેલ છે.

૩. વર્ષ ૨૦૧૪માં લેવાયેલ ધોરણ ૧ થી ૧૨ ની વાર્ષિક પરિક્ષાના પરિણામની એક નકલ તા. ૦૭-૧૨-૨૦૧૪ સુધીમાં પાછળ જણાવેલ સરનામે મોકલી આપવા વિનંતી.

૪. સંવત ૨૦૭૦ના કારતક સુદ-૧ થી આસો વદ અમાસ સુધીમાં મંડળના સભ્ય કે તેમના કુટુંબીજનોએ કરેલ તપશ્ચર્યાને તેમના નામ, ઉંમર તથા તપશ્ચર્યાની વિગત સાથે પાછળ દર્શાવેલ સરનામે તા. ૦૭-૧૨-૨૦૧૪ સુધીમાં લેખિતમાં આ સાથેના ફોર્મમાં જણાવવા વિનંતી છે. જેમા અઠ્ઠાઇ કે તેથી વધુ, ચોમાસી તપ, વરસીતપ, સિધ્ધિતપ, શ્રેણી તપ, બન્ને શાશ્વતિ ઓળી, વર્ધમાનતપની ઓળી તેમજ અન્ય તપ કે જેમાં તપશ્ચર્યા પુરી થતાં સુધીમાં આઠ થી ઓછા ઉપવાસ ન આવતા હોય તેવી તપશ્ચર્યાની નોંધ કરાવવા વિનંતી.

૫. વેજલપુર નિવાસી શ્રીમતિ કાંતાબેન નવિનભાઇ શાહ એજ્યુકેશન ફંડમાંથી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ શ્રી નવિનભાઇ ચીમનલાલ શાહ કરશે તેમજ સ્વ.ચંદનબેન વાડીલાલ શાહ તપસ્વી બહુમાન ફંડમાંથી તપસ્વીઓનું બહુમાન પ્રમુખશ્રી કાંતિલાલ વાડીલાલ શાહ કરશે.

૬. શ્રી અજીતભાઈ એન. ગાંધી ગોધરાવાળા તરફથી તેમના માતુશ્રી સ્વ. શાંતાબેન નગીનદાસ ગાંધીની સ્મૃતિમાં મંડળના ૧૨ થી ૨૦ વર્ષ સુધીના સ્પર્ધકો માટે અને ૨૦ વર્ષથી ઉપરના સ્પર્ધકો માટે એમ બે ભાગમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો વિષય આગળ દર્શાવેલ છે. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ તેમના નામ નીચે દર્શાવેલ સરનામે તા. ૦૭-૧૨-૨૦૧૪ સુધીમાં લેખિતમાં જાણાવવા વિનંતી છે. સમ્મેલનના આયોજનને ધ્યાને રાખીને સમારંભ સ્થળે નામ નોંધવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી. વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ શ્રી અજીતભાઈ એન. ગાંધી કરશે.

૭. મંડળના સભ્યો કે જેઓએ તા. ૦૭/૧૨/૨૦૧૪ સુધીમાં ૨૫૦ કે તેથી વધુ સામાહિક કરેલ હોય તેમજ મંડળના ૫ થી ૧૬ વર્ષ સુધીના બાળકો કે જેઓએ તા. ૦૭/૧૨/૨૦૧૪ સુધીમાં કંદમૂળ ત્યાગ કરેલ હોય, પ્રતિક્રમણ સુત્રો કંઠસ્થ કરેલ હોય તેઓએ તેમના નામ આ સાથે સામેલ પત્રકમાં લેખીતમાં જણાવવા વિનંતી છે.

૮. વર્ષ ૨૦૧૪ દરમિયાન આપના કુટુંબના કોઈ સભ્યે શૈક્ષણીક / સામાજીક / આર્થિક કે અન્ય ક્ષેત્રે કોઈ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ હોય તો તેની જાણ કરવા વિનંતી છે.

૯. આપનું સરમાનું બદલાયું હોય તો તેની જાણ લેખિતમાં તાત્કાલિક મંડળની ઓફિસના સરનામે કરવા વિનંતી. તેમજ ગત વર્ષ દરમિયાન આપના કુટુંબમાં થયેલ શુભ પ્રસંગો કે લગ્ન પ્રસંગો તેમજ દુ:ખદ કે મરણ પ્રસંગોની જાણ પણ મંડળની ઓફિસના સરનામે કરવા વિનંતી. આજીવન સભ્ય ફી રૂ. ૫૦૧.૦૦ નિયત કરેલ છે. બાકી સભ્યોએ તે મંડળની ઓફીસે ભરી જવા વિનંતી.

૧૦. વસ્તી પત્રકની માહિતી મોકલવાની બાકી રહેલ હોય તેવા સભ્યોએ વસ્તી પત્રકની માહિતી સમ્મેલન સ્થળે લઈને આવવા વિનંતી છે.

આપનો વિશ્વાસુ,
કિરીટ આર. શાહ
મંત્રી

ભોજન સમારંભના પાસ મેળવવા, તપશ્ચર્યાની વિગતો લખાવવા તથા પરિણામ મોકલવા માટેના સ્થળ

૧.   શ્રી જીજ્ઞેશભાઇ જંયતિલાલ શાહપારસ બંગલો, ભગવાનનગરનો ટેકરો,                  જૈન ઉપાશ્રયની બાજુમાં પાલડી, અમદાવાદ-૭.

ફોન નં.(ઘર) ૨૬૬૭૦૧૬૭

(મો.) ૯૯૭૯૯૦૨૮૮૮

. શાહ કિરીટભાઇ આર. શાહબી/૧૯, સિદ્ધિ સર્જન ફ્લેટ, કનક કલા-૨ સામે,

સીમા હોલ પાસે, ૧૦૦ ફૂટ રોડ, સેટેલાઇટ, અમદાવાદ – ૧૫

ફોન નં.(ઘર)૨૬૯૩૧૫૭૦

(મો.) ૯૪૨૭૦૨૭૦૦૧

૩.   શ્રી પંકજ જે. દોશીઈ/૧૦, “ શીતલ” , ગોદાવરીનગર – ૧,

વાસણા, અમદાવાદ-૭                                       ફોન નં. (ઘર)૨૬૬૦૫૨૩૧

(મો.) ૯૩૭૭૨૧૨૭૦૩

૪. શ્રી અજીતભાઈ આર. ગાંધીએ/૧૦૪,સિદ્ધિ વિનાયક ટાવર,

વિજયનગર રેલ્વે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ – ૧૩

ફોન નં.(ઘર)૨૭૪૩૯૮૨૭

(મો.) ૯૯૦૯૦૨૮૭૩૯

૫.   શ્રી ચંદ્રવદનભાઇ રતિલાલ મોદી પ્લોટ નં. ૧૨૨૬/૧, ચૌધરી ગર્લ્સ સ્કૂલ સામે,

સેક્ટર-૭ – ડી, ગાંધીનગર- ૩૮૨ ૦૦૭        ફોન નં.(ઘર) ૨3૨૨૫૧૫૨

(મો) ૯૪૨૮૦૧૬૦૭૬

૬. શ્રી અજીતભાઈ એન. ગાંધી૨૯/૩૪૩, અમર એપાર્ટમેન્ટ, મંગલમુર્તી સામે, નારણપુરા,

અમદાવાદ – ૩૮૦ ૦૧૩

ફોન : (ઘર) ૨૭૪૭૮૭૭૪

(મો) ૯૪૨૬૭૩૫૭૭૨

ખાસ નોંધ ::-
(૧) કોઇપણ સંજોગોમાં સભ્યોને સમારંભ સ્થળે ભોજન કે અલ્પાહારના પાસ મળશે નહી.
(૨) મહેરબાની કરીને ફોન પર કોઇપણ સભ્યએ ભોજન પાસ કે અન્ય કોઈ નોંધણી કરાવવી નહી.
(૩) તા. ૦૭-૧૨-૨૦૧૪ પછી મળેલ માર્કશીટો / તપશ્ચર્યા / વકતૃત્વ સ્પર્ધાના નામોની વિગતો ધ્યાને લેવામાં આવશે નહી.
(૪) કાર્યક્રમની વ્યસ્તતાને ધ્યાને લેતાં નવકારશીમાં સવારે ૯.૩૦ કલાક બાદ કોઈને પણ પ્રવેશ મળશે નહી.