Constitution of VNJMM

શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળ, અમદાવાદ

(સ્થાપના – વર્ષ ૧૯૫૯)

બંધારણ

-: પ્રવર્તમાન કારોબારી :-

(૧) શ્રી કાંતિલાલ વાડીલાલ શાહ પ્રમુખશ્રી

(૨) શ્રી ચંદ્રવદનભાઇ રતિલાલ મોદી ઉપપ્રમુખ

(૩) શ્રી કિરીટભાઇ આર. શાહ મંત્રીશ્રી

(૪) શ્રી ભુપેન્દ્રભાઇ રમણલાલ શાહ સહમંત્રી

(૫) શ્રી ભરતકુમાર હસમુખલાલ દોશી ખજાનચી

-: કારોબારી સભ્યો :-

(૧) શ્રી કેતનભાઇ દીનુભાઇ મોદી (૭) શ્રી હરેશભાઇ સુમતીચંદ્ર ભણસાલી
(૨) શ્રી મોહિતભાઇ સુધીરચંદ્ર ગાંધી (૮) શ્રી અજીતભાઇ નગીનદાસ ગાંધી
(૩) શ્રી દિલીપભાઇ જે.દોશી (૯) ડૉ. રાજેન્દ્રભાઇ જયંતિલાલ શાહ
(૪) શ્રી અજીતભાઇ આર.ગાંધી (૧૦) શ્રી દક્ષેશ મહેન્દ્રભાઇ ગાંધી
(૫) શ્રી અશ્વિનભાઇ ચીમનલાલ ગાંધી (૧૧) શ્રી પંકજ જશવંતલાલ દોશી
(૬) શ્રી જીજ્ઞેશભાઇ જંયતિલાલ શાહ (૧૨) શ્રીમતિ રીટાબેન રાજેશકુમાર શાહ, મહિલા પ્રતિનિધી

-: સલાહકાર સમિતિ:-

 • શ્રી જયેન્દ્રભાઇ જે.દોશી
 • શ્રી નિરંજનભાઈ વાડીલાલ શાહ
 • શ્રી અરવિંદભાઇ નગીનદાસ શાહ
 • શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળ, અમદાવાદ

બંધારણ

 • (૧) નામ : આ મંડળનું નામ “શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળ, અમદાવાદ” રહેશે.
 • (૨) કાર્યાલય : આ મંડળનું કાર્યાલય અમદાવાદ ખાતે કે.વી.શાહ એન્ડ એસોસીયેટ, ૫૦૪, અનિકેત, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૯ રહેશે.
 • (૩) મંડળની વ્યાખ્યા : આ મંડળમાં ગોધરા, વેજલપુર, લુણાવાડા, વીરપુર, મહુધા, ચુણેલ અને દાહોદના અમદાવાદમાં રહેતા શ્રી વિશા નીમા જૈન જ્ઞાતિના સભ્યોનું મંડળ. જેનો હવે પછી “શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળ” તરીકે ઉલ્લેખ કરવામાં આવશે. ઉપર જણાવેલ ૭ ગામોના મૂળ નિવાસી શ્રી વિશા નીમા શ્વેતાંબર જૈન જ્ઞાતિના સભ્યો જેઓએ અમદાવાદ શહેર/જિલ્લો તથા ગાંધીનગર શહેર / જિલ્લામાં ધંધા, નોકરી, વ્યવસાય કે અભ્યાસ, નિવૃત્તિ વગેરેના હેતુસર આવીને વસવાટ કર્યો હોય, તેમજ જૈન ધર્મના અન્ય ફીરકા, ગોળ કે જ્ઞાતિમાંલગ્ન કરી અમદાવાદ / ગાંધીનગર શહેર/જિલ્લામાં વસ્યા હોય તેઓનો પણ આ મંડળમાં સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવશે.
 • (૪) મંડળનો હેતુ :(૫) સભ્યપદ : ઉપર અનુ> નં. ૩ માં જણાવેલ ગામના જ્ઞાતિનાભાઈ-બહેનો જે અમદાવાદ તથા તેની આજુબાજુના વિસ્તારોમાં રહેતા હશે અને જૈન જ્ઞાતિના કોઈપણ ફિરકામાં સંસાર માંડ્યો હશે તે જ વ્યક્તિ આ મંડળનું સભ્યપદ મેળવવા હકદાર રહેશે. ઈતર જ્ઞાતિમાં સંસાર માંડેલ પુરૂષ કે સ્ત્રી સભ્યપદ માટે લાયક રહેશે નહી. આ સભ્યપદ માટે આજીવન સભ્ય ફી રૂ. ૫૦૧/- અને વાર્ષિક લવાજમ રૂ. ૫૧/- રહેશે.
  • (ક) આ મંડળના સભ્યો તથા તેમના કુટુંબો વચ્ચે સ્નેહ સંપર્ક વધે, એકબીજાનો પરિચય કેળવી શકે, વ્યવહારીક સંબંધો બાંધી શકે, દરેક કુટુંબની માહિતી મેળવી શકે, એક-બીજા વચ્ચે લાગણીનો સેતુ બંધાય, જ્ઞાતિનો બહોળો વિકાસ થાય તેમજ ધાર્મિક આરાધના, તપ-જપ વધે, એક-બીજાને મદદરૂપ થાય તેવી પવિત્ર ભાવના સહિત આ મંડળની રચના કરવામાં આવી છે.
  • (ખ) આ સંસ્થા કોઈ વ્યવસાયિક તેમજ નફાકારક હેતુ માટે રચવામાં આવેલ નથી.
  • (ગ) પરંતુ સમગ્ર જ્ઞાતિના ઉત્કર્ષ માટે તથા તેમની ધાર્મિક, સામાજિક અને આર્થિક ઉન્નતિ થાય તેવી પ્રવૃત્તિઓ કરવાનો છે. મંડળ દ્વારા બાળકોના શિક્ષણને ઉત્તેજન મળે તે હેતુથી એક વિદ્યોત્તેજક ફંડ, એજ્યુકેશન ફંડ ઊભું કરવામાં આવશે, જેના દ્વારા ધો.૧ થી ૧૨માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઈનામ, પુરસ્કાર વિતરણ કરી બહુમાન કરવામાં આવશે. જ્ઞાતિના બાળકોને સસ્તા ભાવે નોટબૂક-ચોપડાનું વિતરણ કરવામાં આવશે.તેમજ આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા બાળકોને શિક્ષણ માટે પુસ્તકોનું વિના મૂલ્યે વિતરણ અને ફી પુરી પાડવામાં આવશે.
  • (ઘ) મંડળ દ્વારા જ્ઞાતિના આર્થિક રીતે પરિસ્થિતિ અત્યંત નબળી હોય તેવા સાધર્મિકોને જીવનનિર્ભર માટે તથા પગભર થવા માટે એક આર્થિક સહાય ફંડ ઊભું કરવામાં આવશે.
  • (ચ) મંડળ દ્વારા અમદાવાદ સ્થિત જ્ઞાતિના ડોકટર મિત્રોનો સંપર્ક સાધી તેઓના સાથ અને સહકાર દ્વારા જ્ઞાતિના ભાઈ-બહેનોને મેડિકલ બાબતે માર્ગદર્શન આપવાનું અને રાહતદરે સારવાર પૂરી પાડવાનું આયોજન છે. તેમજ એક તબીબી સહાય ફંડ ઊભું કરી જ્ઞાતિના જરૂરતમંદ લોકોની લાંબાગાળાનીઅસાધ્ય માંદગીમાં નિયમ મુજબ સહાય પૂરી પાડવામાં આવશે.
  • (છ) મંડળ દ્વારા ઉગ્ર તપ કરતા તપસ્વીઓનું બહુમાન કરવા માટે તપસ્વી બહુમાન ફંડ ઊભું કરવામાં આવશે જેમાંથી વર્ષ દરમ્યાન તપ કરેલ તપસ્વીઓનું બહુમાન કરી ધાર્મિક તપ કરવા ઉત્તેજન આપવામાં આવશે.
  • (જ) મંડળ દ્વારા વેવિશાળ યોગ્ય યુવક-યુવતીઓની યાદી બહાર પાડી જ્ઞાતિના વડીલોની લગ્ન બાબતની કેટલીક મૂંઝવણો દૂર કરવામાં આવશે.
  • (ઝ) જીવન નિસ્પાપ અને નિર્મળ કરવા, સાદુ અને સદાચારી કરવા, વિશુદ્ધિઓને શુદ્ધ અને નિર્મળ કરવા, વિકારોનું જડમૂળથી ઉલ્લંઘન કરવા, વયવહારને શુદ્ધ અને નિર્દોષ કરવા, દ્રષ્ટિને પવિત્ર અને પ્રેમાળ કરવા, મનને સ્થિર અને સંયમી કરવા, અંતરને પ્રભુ ભક્તિથી ભાવિત કરવા, નહી નફો- નહી નુક્શાનના ધોરણે યાત્રા પ્રવાસ નું આયોજન કરવામાં આવશે.
  • (ટ) ઉપર જણાવેલ તમામ લાભો/સહાય અનુ.નં-૩ માં દર્શાવેલ ગામની દિકરીઓ જે અન્ય જૈન જ્ઞાતિમાં (વિશા નીમા સિવાય) પરણેલ હશે તેઓ તેમના કુટુંબ પુરતું એટલે કે પોતે, પતિ,બાળકોને મળવાપાત્ર રહેશે. આવી દિકરીઓના પતિ મંડળમાં કોઈ પણ હોદ્દો ભોગવી શકશે નહી. તેમજ તે તમામે મંડળના નિયમોનું પાલન કરવાનું રહેશે.
  • (ઠ) સમયાંતરે મંડળના દરેક સભ્ય તેમજ તેમના કુટુંબીજનોના નામ, સરનામા, ઉંમર,અભ્યાસ, વિવાહિત છે કે અવિવાહિત, ધંધો, વ્યવસાય, ઉદ્યોગ કે નોકરી વગેરેની વિગતો, તેમના ટેલીફોન/મોબાઈલ નંબર તેમજ બ્લડ ગૃપ સાથેની વિગતો દર્શાવતી માહિતી સાથેની એક વસ્તી પત્રક (ડિરેક્ટરી) સભ્યોની જાણ માટે તમામ સભ્યોનો સાથ/સહકાર લઈ પ્રકાશિત કરવી.
  • (ડ) સભ્યોને ઉપયોગી થઈ શકે તે હેતુસર મંડળના જે સભ્યો ડોક્ટરો/કન્‍સલ્ટન્‍ટ, વકીલ, એન્‍જીનીયર, ફાઈનાન્‍સર, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ કે ટેક્ષ કન્‍સલ્ટન્‍ટ હોય તેઓની માહિતી દર્શાવતી ઓફીસ એડ્રેસ ડીરેક્ટરી મંડળના સભ્યો જરૂરત સમયે તેનો સંપર્ક સાધી શકે તે હેતુસર પ્રકાશિત કરવી.
  • (ઢ) મંડળ દ્વારા મંડળના બળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ સ્ટેજ પર જઈ બોલવાનો ભય દૂર થાય તે માટે ૧૨ વર્ષથી ૨૦ વર્ષ સુધીના બળકો માટે “વકતૃત્વ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવશે. જે અંગેનો વિષય મંડળની કારોબારીની સર્વસંમતિથી લેવામાં આવશે. બાળકોની ઉંમરમાં ફેરફાર કરવાનો હક કારોબારીને રહેશે.
  • (ણ) શિક્ષણ એ એક જીવનનું અનિવાર્ય અંગ બની જવા પામેલ છે. અને દિન-પ્રતિદિન શિક્ષણનું સ્તર ઉંચુને ઉંચુ જતા તેમજ મોંઘુદાટ બનતા જ્ઞાતિના ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેવું ન પડે તે માટે ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીની આખા ઉચ્ચ શિક્ષણકાળ દરમ્યાન રૂ. ૫૦,૦૦૦ સુધીની લોન વગર વ્યાજે આપવાનું તેમજ તે લોન વિદ્યાર્થીના શિક્ષણ પછી નોકરીના એક વર્ષ બાદ કારોબારી નક્કિ કરે તે રીતે પરત કરવાની રહેશે. આ અંગે નિયત ફોર્મ ભરી રજુ કરવાનું રહેશે. જેને મંડળની કારોબારી સર્વાનુમતે મંજુર રાખશે. ઉપરોક્ત રકમમાં ફેરેફાર કરવાનો હક કમિટિને રહેશે.
 • (૬) સ્નેહમિલન સમારંભ:- મંડળ દ્વારા વર્ષમાં એક/બે વાર સ્નેહ મિલનસમારંભ અમદાવાદ ખાઅતે અનુ.નં.૪ (ખ) થી ૪(ચ) સુચીનાતમામ કાર્યોનો સમાવેશ કરી યોજવો.
 • (૭) મંડળનું વર્ષ :- મંડળનું નાણાકીય વઅર્ષ એપ્રીલથી માર્ચ સુધીનું રહેશે.
 • (૮) મંડળનો વહીવટ :- મંડળનો વહીવટ કરવા સારૂં મંડળમાં નોંધાયેલ આજીવન સભ્યોમાંથી ૧૫ વ્યક્તિઓની એક કાર્યવાહક કમિટિ રચવામાંઆવશે. કાર્યવાહક કમિટિમાં ૫ વ્યક્તિ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને ખજાનચીનો હોદ્દો ભોગવશે. જ્યારે બાકીની ૧૦ વ્યક્તિઓ કારોબારી સભ્યો તરીકે રહેશે. ઉપર જણાવેલ ૧૫ વ્યક્તિઓને દર વર્ષે ચૂંટણી પ્રક્રિયા દ્વારા અથવા સર્વાનુમતે વરણી દ્વારાચૂંટી કાઢવાના રહેશે. આ કાર્યવાહક કમિટીમાંજુદાજુદા ગામનાસભ્યોની સંખ્યાને ધ્યાનેલઈ નીચેના ધોરણો અવશ્ય ધ્યાનમાં રાખવાના રહેશે. આ ધોરાણોમાં ફેરેફારને અવકાશ રહેશે. (૧) ગોધરા માંથી કુલ – ૮ (૨) વેજલપુર માંથી કુલ – ૩ (૩) લુણાવાડા-વીરપુરા માંથીકુલ – ૨
 • (૪) મહુધા-ચુણેલ માંથી કુલ – ૨ એમ કુલ ૧૫. આ ઉપરાંત મંડળના વહીવટમાં કોઈ ક્ષતી ન રહે તે હેતુથી તેમજ મંડળનેયોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ત્રણવ્યક્તિઓની એક સલાહકાર સમિતિ બનાવવાનીરહેશે. જેનીસર્વાનુમતેઅગર બહુમતિથી વરણી કરવાનીરહેશે. ઉપર જણાવેલ સભ્ય સંખ્યામાં સમય-સંજોગોનુસાર ફેરફારકરી શકાશે.
 • (૯) કાર્યવાહક કમિટિના સભ્યોની લાયકાત માટેનું ધોરણ:- કાર્યવાહક કમિટિમાં જે સભ્ય મંડળમાં ઓછા મા ઓછું ૫ વર્ષથી આજીવન સભ્યપદ જે તે એકમમાંથી ધરાવતા હોવા જોઈએ.અને તે આવશયક રહેશે. તેઓ અનુ. નં. ૮ માં જણાવેલ સંખ્યાપ્રમાણે પ્રતિનિધિત્વ ધરાવી શકશે.પરંતુ અનુ. નં. ૩ માં જણાવેલ ગામની દિકરીઓ જો અન્યજૈન જ્ઞાતિમાં (વિશા નીમા સિવાય) પરણેલ હશે તો તેમના પતિ કાર્યવાહક કમિટિમાં પ્રતિનિધિત્વ કરી શકશે નહી. તેમજ આ દિકરીઓના મૃત્યુ પછી તેના કુટુંબનું આજીવન સભ્યપદ આપોઆપ રદ બાતલ ગણાશે.
 • (૧૦) કાર્યવાહક કમિટિની ફરજ :-
  • (ક) મંડળના તમામ હેતુ/ઉદ્દેશોને અમલમાં મૂકવાની અને તેનું સારી રીતે સંચાલન કરવાની જવાબદારી કાર્યવાહકકમિટિની રહેશે.
  • (ખ) વધુ મતે પસાર થયેલ કાર્ય કાર્યવાહક કમિટિએ અમલમાં મૂકવાનું રહેશે.
  • (ગ) કાર્યવાહક કમિટિની મિટીંગ દર ત્રણ માસે એક વઅખત નિયમિત બોલાવવાની રહેશે. અને જરૂર પડે તેનાથી વહેલી ભરી શકાશે.
  • (ઘ) કાર્યવાહક કમિટિની મિટીંગમાં કોઈપણ સભ્ય જાણ કર્યા વિના સતત ત્રણ વખત ગેરહાજર રહેશે તો તે સભ્ય કાર્યવાહક કમિટિમાંથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
  • (ચ) કાર્યવાહક કમિટિની મુદત દરમ્યાન કોઈ સંજોગોમાં કોઈક કારણસર જગ્યા ખાલી પડે તો તે જગ્યા કાર્યવાહક કમિટિ બીજા સભ્યને કો-ઓપ્ટ કરી લઈ ભરી શકશે.
  • (છ) કાર્યવાહક કમિટિની કોઈપણ મિટીંગમાં સરખા મત હશે તો કાર્યવાહક કમિટિના પ્રમુખ કાસ્ટિંગ વોટ આપી સામે નિર્ણય લેશે.
  • (જ) કાર્યવાહક કમિટિનીમંજુરી બાદ નાણાનો વહીવટ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી પૈકી ગમે તે ત્રણહોદ્દેદારો કરી આ ત્રણ હોદ્દેદાઅરો પૈકી ગમે તે બે ની સહી દ્વારા બેન્‍કમાંથી નાણાનો ઉપાડ કરી શકશે તેમજ વહીવટ કરી શકશે.
 • (૧૧) પ્રમુખની ફરજો :-
  • (ક) પ્રમુખશ્રી મંડળના તમામ કામની દેખરેખ રાખશે અને વ્યવસ્થા જાલવશે.
  • (ખ) મંડળનાકોઈપણ સભ્ય વિરૂદ્ધ ઠરાવકરતાં પહેલા તે સભ્યને પોતાનો બચાવ કરવાની તક પ્રમુખે આપવી અને તે પછી મંડળ તે બાબતે ઠરાવ કરી શકશે.
  • (ગ) પ્રમુખશ્રીની ગેરહાજરીમાં ઉપપ્રમુખશ્રી પ્રમુખશ્રીની જવાબદારી ફરજ સંભાળી કામ અદા કરશે.
  • (ઘ) મંડળનો હિસાબ સેક્રેટરીશ્રી તએમજ પ્રમુખે તેમની દેખરેખ નીચે તૈયાર કરવાનો રહેશે.
 • (૧૨) સેક્રેટરીની ફરજો :-
  • (ક) મંડળની વાર્ષિક સામાન્ય સભા/સ્નેહ મિલન સમારંભા તેમજ જકાર્યવાહક કમિટિની મિટીંગ બોલાવવાની જવાબદારી રહેશે.
  • (ખ) મિટીંગની ખબર કાર્યવાહક કમિટિના સભ્યોને ઓછા માં ઓછા ૨૪ કલાક અગાઉ એજન્‍ડા સાથે આપી મિટીંગ બોલાવવી. અનિવાર્ય સંજોગોમાં આ નિયમ લાગુ પડશે નહી.
  • (ગ) દર ત્રણ માસે મંત્રીશ્રીએ હિસાબ તપાસવા, મિટીંગની પ્રોસિડીંગ્સ્‌ લખવી અને તે પ્રોસિડીંગ્સ્‌ બીજી મિટીંગમાં વાંચી સંભળાવવાની રહેશે.
  • (ઘ) સભ્યોને લગતી લાભકારક તમામ બાબતો સર્વાનુમતેઅગર બહુમતીએ પસાર કરાવી, જરૂર જણાય તો સામાન્ય સભા સમક્ષ રજુ કરી મંજુર કરાવવી.
 • (૧૩) ખજાનચીની ફરજો:-
  • (ક) કાર્યવાહક કમિટે દ્વારા મંજુર થયેલ રકમનો હિસાબરાખશે, બેંકના સેવીંગ્સ ખાતામાં નાણા જમા કરાવશે, નાણાની આપા-લે કરશે અને તએ અંગેની યોગ્ય પહોંચો, બીલ મેળવશે.
  • (ખ) દર વર્ષે પૂરા થતા વર્ષનો હિસાબ મંડળની કાર્યવાહક કમિટિ સમક્ષ રજુ કરી મંજુર કરાવી વાર્ષિક સામાન્ય સભા / સ્નેહ સંમેલનમાં અગાઉથી તમામ સભ્યોને મોકલી મિટીંગમાં રજુ કરી સર્વાનુમતે પાસ કરાવવાનો રહેશે.
ચંદ્રવદનભાઈ રતિલાલ મોદી કાંતિભાઈ વી.શાહ (એડ્વોકેટ) કિરીટભાઈ આર.શાહ
ઉપપ્રમુખ પ્રમુખ મંત્રી